" મુંબઈમાં લાઇવ થયું એરટેલનું 5G ટ્રાયલ નેટવર્ક "
- દેશના વિવિધ વિસ્તારોમાં હાલ ફ્રાઈવ જી નેટવર્કનું પરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે એરટેલ કંપનીએ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં તેનું પરીક્ષણ લાઈવ કર્યું હતું .
- કંપનીના ટ્રાયલ નેટવર્કના સ્પીડ ટેસ્ટના એક વીડિયો પરથી ખ્યાલ આવે છે કે કંપની ફાઈવ જી ટેસ્ટ ટ્રાયલ દરમિયાન અલ્ટ્રા-લો લેટેન્સી સાથે ૧.૨ જીબીપીએસની સ્પીડ મેળવવામાં સક્ષમ હતી .
- પરીક્ષણ ૮૫૦ mbps 5G આસપાસની અપલોડ સ્પીડ મેળવવામાં સફળ રહ્યું હતું .
- જ્યારે ગુડગાંવના સાઇબર હબ એરિયામાં ફાઈવ જી નેટવર્ક ટ્રાયલ કરવામાં આવ્યું ત્યારે ૧ Gbps ની પોતાની પહેલાંની સ્પીડને વટાવી દીધી હતી .
- સૂત્રોના મતે આ પ્રકારનું પરીક્ષણ ટૂંક સમયમાં કોલકાતામાં પણ શરૂ કરવામાં આવશે .
- આ વર્ષની શરૂઆતમાં ટેલિકોમ વિભાગે ટેલિકૉમ સર્વિસ પ્રોવાઈડરોને ભારતમાં ફાઈવ જી ટેકનોલોજીના ઉપયોગ અને એપ્લિકેશન માટે ટેસ્ટિંગ કરવાની છૂટ આપી હતી . તેના માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરોએ ઓરિજિનલ ડિવાઈસ મેકર્સ અને ટેકનોલૉજી પ્રોવાઈડર એરિક્સન , નોકિયા , સેમસંગ અને સી ડૉટ સાથે કરાર કર્યો છે .Telecom Regulatory Authority of India(TRAI) Act, 1997.દ્વારા આગામી સમયમાં ફાઈવ જી સ્પેક્ટ્રમની હરાજી યોજાવાની છે .
જો આ પોસ્ટ પરથી તમને કઈ જાણવા મળ્યું હોય તો પોસ્ટ ને અપવોટ તથા શેર કરજો.
ધન્યવાદ.
(owner of this blog)
1 દ્રશ્ય
