પોતાના એકાઉન્ટને સલામત રાખવા સુંદર પિચાઈ શું કરે છે ?
- ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ હાલમાં જ અમુક એવા સવાલોના જવાબ આપ્યા છે જે લોકો તેમને કાયમ પૂછવા માંગતા હોય છે .
- એક ઈન્ટરબૂમાં તેમણે ખુલાસો કર્યો કે તેઓ પોતાના ઍકાઉન્ટના પાસવર્ડ વારંવાર નથી બદલતા .
- તેમણે યૂઝર્સને વારંવાર પાસવર્ડ બદલવાને બદલે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપી હતી . તેમનું કહેવું હતું કે જ્યારે તમે વારંવાર પાસવર્ડ બદલો છો તો ઘણી વાર તેને યાદ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને તમે તેને ભૂલી જાવ છો .
- માટે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરવો હંમેશાં સારો રહે છે .
- ઈન્ટરવ્યુમાં પિચાઈએ જણાવ્યું કે તેઓ વિવિધ હેતુઓ માટે અલગ અલગ સમયે ૨૦ થી વધુ ફોનનો ઉપયોગ કરે છે .
- તેમણે કહ્યું કે , હું સતત બદલાઈ રહ્યો છું અને દરેક નવા ફોનનો અનુભવ લઈ રહ્યો છું . હું દરેક સમયે તેમનું પરીક્ષણ કરી રહ્યો છું.
- યૂટયૂબ વીડિયો પર બાળકોની વધતી જતી હાજરીને લઈને તેમણે કહ્યું કે બાળકોને યૂટ્યૂબ વાપરવા દેવું જોઈએ .
- નવી પેઢી માટે જરૂરી છે કે તે સતત અપડેટ થઈ રહેલી ટેકનોલોજીને અનુકૂળ રહીને શીખતાં રહે , તેમણે ફ્રી અને ઓપન ઈન્ટરનેટને એક મોટી તાકાત ગણાવતાં કહ્યું કે તે ખૂબ શક્તિશાળી છે અને આપણે તેને અમુક હદ સુધી નબળું આંકીએ છીએ . આખી દુનિયામાં ફ્રી ઈન્ટરનેટ ખતરામાં છે . ભારતના નવા આઈટી નિયમો વિશે તેમણે જણાવ્યું હતું કે ગૂગલના સર્ચ એન્જિન પર આ નિયમો લાગુ પડતા નથી .
જો આ પોસ્ટ પરથી તમને કઈ જાણવા મળ્યું હોય તો પોસ્ટ અચૂક શેર કરજો.
ધન્યવાદ.
અક્ષીત કરગથરા
(Owner of this blog)
