સાઇબર ગ્રૂમિંગ : બાળકો , ટીનેએજરો સામેનો ઈ-ખતરો !!

 સાઇબર ગ્રૂમિંગ : બાળકો , ટીનેએજરો સામેનો ઈ-ખતરો !!

  • શું છે સાઇબર ગ્રૂમિંગ ?

સરળ શબ્દો માં કહીએ તો સાઇબર ગ્રૂમિંગ ઇન્ટરનેટના માધ્યમ થકી આચરવામાં આવતી ઍક એવી ભયાનક પ્રવૃતિ છે જે નો ટાર્ગેટ બાળકો અને કિશોરો હોય છે. આ એક એવી ઓન્લીને માયાજાળ છે જે,આ બાળકો સાથે જાતિય દૂરવ્યવહાર માટે તેમનો વિસવાસ કેળવી કે જીતીને, કોઈ જાણીતો કે ત્રાહિત વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, તેમની સાથે ભાવનાત્મક કે લાગણીશીલ સબંધ બાંધવા પ્રયત્ન કરે છે. આ માટે સાઇબર ગ્રૂમર્સ ગેમિંગ વેબ્સિતેસ, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, ઈ-મેલ, ચેટ રૂ,. ઇન્સ્ટન્ટ મેસ્સગિંગ એપ્લિકેશન જેવા ઓન્લીને પ્લૅટફૉર્મ નો જ ઉપયોગ કરે છે. સાઇબર ગ્રૂમિંગ નો ભોગ બનનાર ૯૯ ટકા બાળકો ના માતપિતાને ખ્યાલ પણ નથી હોતો કે તેમનું બાળક શિકારીઓની જાળ માં ફસાઈ ગયું છે. અત્યાર સુધીના કેસ સ્ટડિ માં જોવા મળ્યું છે કે ઓન્લીને ગ્રૂમર મોટેભાગે જાણીતો વ્યક્તિ અથવા સગાસંબંધી જ હોય છે.




  • સાઇબર ગ્રૂમર્સ કેવી રીતે બાળકો ને ફસાવે છે? 

(૧) ઓનલાઇન ગ્રૂમર્સ કિશોર વયના છોકરા-છોકરીઓ ને પોતાનો ટાર્ગેટ બનાવે છે. કારણ કે તેમણે  સાઇબર ક્રાઈમ વિષે વધારા જ્ઞાન હોતું નથી તેથી તેઓ સરળતાથી તેમની માયાજાળ માં ફસાય જાય છે.

(૨) શરૂઆત માં ગ્રૂમર્સ બાળકોની કે ડિજિટલ ઓળખ મેળવવાનો પ્રયત્ન કરે છે. તેના માટે તે તેમની તમામ ઓનલાઇન એક્ટિવિટી પર બારીકાઈથી નજર રાખે છે. તેના આધારે પછી બાળકોની ડિજિટલ ફૂટપ્રિંટ તૈયાર કરે છે. જેમાંથી બાળક નો સ્વભાવ, તેમની પસંદ-નાપસંદ, વર્તન  વગેરેની જાણકારી મેળવવામાં  આવે છે .






(૩) તેના આધારે ગ્રૂમર જે  બાળક  કે  કિશોર -કીશોરી સાથે ઓનલાઇન વાતચીત આરંભે છે , મિત્રતા કેળવવા પ્રયત્ન કરે છે. વધુમાં બાળકોને એમના શોખ તેમજ પસંદ-નાપસંદ ને આધારે વિવિધ પ્રકારની ગિફ્ટ પણ ઓફ્ર કરવામાં આવે છે. આ રીતે તેમની સાથે  એક મજબૂત પ્રકારનો સંબંધ સ્થાપિત કરીને તેમના માનસપટ પર એક પ્રતિભાશાળી છાપ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે.

(૪) જ્યારે બાળક સંપૂર્ણ પણે ગ્રૂમર ના નિયંત્રણ માં આવી જાય એ પછી તેમની સાતે અશ્લીલ  વાતચીત કરવા પ્રયત્નો કરે છે, જો બાળક પણ સામે યોગ્ય પ્રકારના રિપ્લાઇ આપતો થઈ જાય તે પછી સામાન્ય ફોટાનું આદાનપ્રદાન શરૂ થાય છે. ત્યારબાદ્દ અશ્લીલ પ્રકારની સામગ્રી અને વિડિયો પોસ્ટ કરવામાં આવે છે અને બાળકો પાસે તેમના પ્રાઇવેટ પાર્ટસ દર્શાવતા ફોટા ઓનલાઇન શેર કરવાનું કહેવામાં આવે છે.

(૫) અંતિમ ચરણમાં ગ્રૂમર્સ  વિડિયો કોલ દરમિયાન બાળકો સામે નગ્ન છે અને તેમણે પણ એમ કરવા સૂચન કરે છે. ક્યારેક તો તે બાળકોને વિવિધ લોકેશન પર મળવા બોલાવે છે અને વિવિધ રીતે ફસાવે છે. સાઇબર ગ્રૂમિંગ ની બાળક પર શારીરિક , માનસિક અને ભાવાત્મક સુખાકારી પર અસર પડે છે પરિણામે તેમનું શૈક્ષિણીક, દૈનિક જીવન ખોરવાય જાય છે. 


  • બાળક સાઇબર ગ્રૂમિંગ નો શિકાર બન્યું છે તે કેવી રીતે ખ્યાલ આવે?

(૧) ઓનલાઇન સ્ક્રીન ટીમે સામાન્ય  કરતાં અચાનક વધી જાય.

(૨) બાળક ના સ્વભાવ માં ઘણું પરીવર્તન જોવા મળે, ગભરાયેલું રહે, સામાન્ય બાબતો માં પણ ગુસ્સે થઈ જાય .




(૩) એકલતા અનુભવે , તેની ઓનલાઇન પ્રવૃતિઑ ને છુપાવવા પ્રયત્ન કરે.

(૪) તેના પરિણામ માં સતત નકારાત્મક અને વિપરીત અસરો જોવા મળે.

(૫) ખોટું બોલતું થઈ જાય, નાની અમથી વાતમાં પણ ભાવુક થઈ ને રડવા માંડે- આ તમામ લક્ષણો બાળક સાઇબર ગ્રૂમિંગ નો શિકાર બન્યા ની ચાડી ખાય છે.


  • જો કોઈ સાઇબર ગ્રૂમિંગ નો શિકાર બન્યું છે તો તેને શું કરવું?
(૧) માતપિતા કે વડીલોને તરત જાણ કરો : જો લોઈ વ્યક્તિ ત્મેન સોશિયલ મીડિયા કે ગેમિંગ પ્લૅટફૉર્મ પરથી ત્રાસ આપે છે  તો તરત માતપિતા કે વડીલો ને જાણ કરી ડો એ વખેતે કડીએવું ના  વિચારવિ કે માતપિતાને આ વધુ ખબર પડી જસે તો તેઓ તમારા કોમ્મ્પુતર કે મોબાઇલ વાપરવા પર પ્રતિવાન્ધ મૂકી દેસે. સવાર ગ્રૂમિંગ ની માતપિતા કે વડીલો ને જાણ કરવી અટયન્ત મહત્વપૂત્ન છે જેથી તેઓ સમય સાર સહાય અને માર્ગદર્શન આપી શકે.

(૨) સાઇબર ગ્રૂમર ને ઓળખો : જો કોઈ સાઇબર ગ્રૂમિંગ નો ભોગ બને છે તો વિચલિત થયા વગર કે કામવામ્પ [રાયત્ન કરો કે સાઇબર ગ્રૂમર કોણ છે? તમે તેને ઓળહજો છો. તે કોઈ એનાની વ્યક્તિ છે અને શ માટે તમને પરેશાન કરે છે જાણવા મઠો તેના સીધી પોહચવા માટે વડીલો, માતપિતા કે મિત્રોની મદદ લય શકાય .




(૩) અભદ્ર પોસ્ટ/ મેસેજને એકઠા કરીને સાચવો : જો સાઇબર ગ્રૂમર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ થકી તમને કઈક અભદ્ર સાહિત્ય પોસ્ટ કરી રહ્યો છે અથવા મેસેજ કરી રહ્યો છે તો તેનાથી ક્યારેય ગભરાઈને  ડિલીટ ના કરવા તે તમામ બાબતોને પુરાવા તરીકે તમારી પાસે સુરક્ષિત રીતે સાચવો જેથી તમે તે સાઇબર ગ્રૂમર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકો.

(૪) સ્થાનિક પોલિસ નો સંપર્ક કરો : વારંવાર સમજાવ્યા પછી પણ જો સાઇબર ગ્રૂમર તમારી પજવણી કરે છે, તમારા માતપિતા અને વડીલોની મધ્યસ્થી  બાદ પણ સુધરતો નથી તો પછી નજીકના પોલિસ સ્ટેશનમાં કે સાઇબર પોલિસ સ્ટેશન માં જઈને પુરાવા સાથે અરજી કરો.

-અક્ષિત કરગથરા                                                                                                                                          (owner of this blog)







Akshit Kargathara

Early to bed, Early to rise makes man healthy,wealthy and wise.

Post a Comment

If you have any kinds of doubts related to the posts, Please let me know. Have any suggestions? then leave a comment.

Thank you.

Previous Post Next Post