"પાસવૉર્ડ"
હેકર્સની ચાલકીઓને ફંફાવતો ડિજિટલ ચોકીદાર!!
- આધુનિક જીવનશૈલીમાં પાસવર્ડ વિનાના જીવનની કલ્પના પણ અશક્ય છે .
- મોબાઈલ ફોનથી લઈને કોમ્પ્યુટર, બેંક ઍકાઉન્ટ , ઘરનો લૉક સુદ્ધાં ખોલવા માટે પાસવર્ડની જરૂર પડે છે .
- આજની પેઢી એક , બે નહીં પણ ડઝનબંધ પાસવર્ડ યાદ રાખે છે જેમાં પેટર્ન લૉકથી લઈને યુપીઆઈ અને ડિજિટલ ઍકાઉન્ટના પાસવર્ડ સુધીનો સમાવેશ થાય છે .
- સામાન્ય રીતે દરેક વ્યક્તિને રોજિંદા વપરાશના ૧૨ થી ૧૮ જુદા જુદા પાસવર્ડ યાદ રાખવા પડતા હોય છે .
- હવે તમે આ વાંચવાનું છોડીને તમારા પાસવર્ડની ગણતરી શરૂ કરી દેશો .
- જોકે , એમાંથી કેટલાક તો હાલ તમને યાદ પણ નહીં આવે . તેના માટે તમારે તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરેલી એપ્લિકેશન ગણવી પડશે અને તો જ તમને તમારા પાસવર્ડની સાચી સંખ્યા જાણવા મળશે .
- જોકે , આટલા બધા પાસવર્ડ રાખવા છતાં પણ ડેટાચોરી થવાની ફરિયાદો ઊઠે છે .
- આપણી નિર્ભરતા પાસવર્ડ પર જેટલી વધતી જઈ રહી છે એટલા જ હેકર્સ ના હુમલા પણ વધી રહ્યાં છે .
- આખી દુનિયામાં ઈન્ટરનેટ વાપરતા લોકો પૈકી ૯૮.૮ ટકા લોકો એ જ ૧૦,૦૦૦ પાસવર્ડનો ઉપયોગ કરે છે . એક આંકડા પ્રમાણે હેકર ૬ આલ્ફાન્યૂમેરિક ડિજિટના પાસવર્ડને એક સેકન્ડના ૧૦૦૦ માં ભાગમાં , ૧૨ આલ્ફા - ન્યૂમેરિક ડિજિટના પાસવર્ડને ૩.૨૧ મિનિટમાં કોમ્પ્યુટર અલગોરિધમનો ઉપયોગ કરીને હેક કરી શકે છે . એ સ્થિતિમાં પાસવર્ડ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની બાબતો વિશે જાણવું જરૂરી બની જાય છે ...
- પાસવર્ડ એટલે શું ?
- જે તમારા ડેટા , ડિવાઈસ કે તમારી કોઇ અંગત વસ્તુને સુરક્ષા પ્રદાન કરે છે તેને પાસવર્ડ કહેવામાં આવે છે .
- પાસવર્ડ માત્ર નંબર જ નહીં આલ્ફાબેટ અને કેટલાક સ્પેશિયલ કેરેક્ટરથી પણ બનતા હોય છે .
- એટલું જ નહીં , હવે તો ટેકનોલોજી પણ અપડેટ થઇ રહી છે . જેમાં ફેસ લૉક , આઇ સ્કેનર , ફિંગર સ્કેનર અને વૉઇસ કમાન્ડસ પણ હવે પાસવર્ડનો જ એક ભાગ બની ગયા છે .
- પાસવર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે ?
- પાસવર્ડનો સૌથી વધારે ઉપયોગ આજની પેઢી તેમના સ્માર્ટફોનમાં કરી રહી છે .
- તેમના ફોનમાં ડેટા જરૂરી હોય કે ન હોય , તેમાં પાસવર્ડ જરૂર હોય છે .
- તે ઉપરાંત ફોનમાં ઇનસ્ટોલ્ડ એપ્લિકેશન જેવી કે , જીમેઈલ , વોટ્સએપ , ફેસબુક , ટ્વિટર ટેલિગ્રામ , ઇન્સ્ટાગ્રામ વગેરેમાં પણ પાસવર્ડ રાખવામાં આવે છે .
- ઘણાં યુવાનો તો ફોનમાં ઈન્સ્ટોલ કરેલી તમામ ઍપ્લિકેશનમાં પાસવર્ડ રાખતા હોય છે અને તે પણ અલગ અલગ જેમાં ફોન કૉલ , મેસેજ , ગેલેરી વગેરેનો સમાવેશ થાય છે .
- તે ઉપરાંત બેન્કની એપ્લિકેશન , યુપીઆઇ એપમાં પણ પાસવર્ડ સેટ કરવામાં આવે છે .
- આપણને કેટલા પાસવર્ડ યાદ રહે છે ?
- સ્માર્ટફોનના પાસવર્ડ ઉપરાંત રોજિંદા વપરાશની એપ્લિકેશનો જેવી કે , ઇન્ટરનેટ બેન્કિંગ , ઓનલાઇન બેન્કિંગ , સોશિયલ મીડિયા એપ્લિકેશનોના પાસવર્ડ આપણે યાદ રાખી શકીએ છીએ ,
- પરંતુ કેટલીક એપ્લિકેશન એવી પણ હોય છે જ્યાં એક વખત પાસવર્ડ નાખ્યા બાદ યાદ રાખવાની જરૂર રહેતી નથી . કારણ કે તેમાં એક વખત લોગઈન કર્યા બાદ બીજી વખત લોગઈન કરવાની જરૂર પડતી નથી .
- ફેબ્રુઆરી ૨૦૨૧ માં કરવામાં આવેલા એક સરવેમાં સામે આવ્યું છે કે એક વ્યકિતના અલગ અલગ ૧૦૦ પાસવર્ડ હોય છે .
- આપણે સરેરાશ કેટલા પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ ? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાસવર્ડનો સૌથી વધારે ઉપયોગ લોકો સ્માર્ટફોનમાં જ કરતાં હોય છે .
- એમાં પણ ફોનને અનલૉક કરવા માટે તેમજ રોજિંદા વપરાશની કેટલીક અગત્યની એપ્લિકેશન પર પાસવર્ડ રાખવામાં આવે છે .
- આવા દૈનિક વપરાશમાં આવતા પાસવર્ડ ૧ થી ૧૪ જેટલા જ હોય છે .
- તે ઉપરાંત લેપટોપ , ડેસ્કટોપ વગેરેમાં પણ લોકો પાસવર્ડનો ઉપયોગ કરતાં હોય છે .
- સિક્યોર પાસવર્ડ બનાવવા શું કરવું જોઇએ ?
- ૧. પાસવર્ડમાં ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ અક્ષરનો ઉપયોગ કરવો
- ૨. પાસવર્ડમાં આલ્ફાબેટ સાથે નંબરનો પણ ઉપયોગ કરવો
- ૩. ઉપયોગમાં લેવાયેલા આલ્ફાબેટ કેપિટલ અને સ્મોલ લેટરમાં રાખવા
- ૪. સ્પે . કેરેક્ટર જેવા , ! , @ , # , $, % , &, * નો પણ ઉપયોગ કરવો
- ૫. સમયાંતરે જે તે એપ્લિકેશનનો પાસવર્ડ બદલતા રહેવું.
- ૬. બને ત્યાં સુધી પોતાનો પાસવર્ડ કોઈને આપવો નહીં.
- ૭. શક્ય હોય તો પાસવર્ડને OTP સાથે પણ લિંક રાખવો
યૂઝર્સ દ્વારા પાસવર્ડ બનાવવામાં થતી ભૂલો.
- ૧. પાસવર્ડમાં સહેલા શબ્દો કે અક્ષરોનો ઉપયોગ.
- ૨. પાસવર્ડમાં આઠથી ઓછા કેરેક્ટરનો ઉપયોગ કરવો.
- ૩. પાસવર્ડમાં નામ , જન્મતારીખ , વ્હીક્લ નંબર સહિતનો ઉપયોગ.
- ૪. પોતાના યૂઝર નેમનો પણ પાસવર્ડમાં ઉપયોગ કરવો.
સ્માર્ટ ફોન આવવાથી પાસવર્ડની સંખ્યા વધી
- પહેલાં જ્યારે ડેસ્કટોપ કે લેપટોપ હતાં ત્યારે માત્ર તેના જ પાસવર્ડ હતા અથવા તો વ્યક્તિના ઇ - મેઇલનો પાસવર્ડ યાદ રાખવાનો હતો ,
- પરંતુ સ્માર્ટ ફોનના આવવાથી હવે રોજિંદા વપરારાના પાસવડમાં પણ વધારો થયો છે , કારણ કે યૂઝર્સ દ્વારા સ્માર્ટ ફોન અનલોક કરવાથી લઇ તેની જુદી જુદી એપ્લિકેશન માટે જુદા જુદા પાસવર્ડ રાખવામાં આવતા હોય છે .
- જેથી ગુઝર્સના રોજિંદા વપરાશના પાસવર્ડની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે .
કોમન પાસવર્ડ નો કેટલો ઉપયોગ થાય છે ?
- પ્લેટફોર્મ કે એપ્લિકેશનનો ઉપયોગ યુઝર ઓછો કરતો હોય છે અથવા તો ખાલી જાણકારી લેવા માટે એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી હોય તેમાં લોકો કોમન પાસવર્ડ સેટ કરતાં હોય છે .
- જેમાં પોતાની જન્મ તારીખ , પોતાનું નામ અથવા પરિવારજનોનાં નામ , વ્હીક્લ નંબર અથવા તો ૧૨૩૪૫૬ , એબીસીડી , એબીસી@૧૨૩ જેવા પાસવર્ડનો સમાવેશ થાય છે .
- જેની ચોરી પણ સૌથી વધારે થતી હોય છે . હેકરોને આ પ્રકારના પાસવર્ડને હેક કરવામાં એક સેકન્ડ કરતાં પણ ઓછો સમય લાગે છે .
પાસવર્ડ જગ્યા લઈ રહયું છે પાસફ્રેજ
- પોતાના ડેટા તેમજ ડિવાઈસને પ્રોટેક્ટ કરવા માટે યૂઝર્સ દ્વારા પાસવર્ડની જગ્યાએ પાસફ્રેજ નો ઉપયોગ થઇ રહ્યો છે .
- અન્ય પાસવર્ડની જગ્યાએ પાસફ્રેજને બનાવવા સહેલા છે પરંતુ તેને ક્રેક કરવા હેકર્સ માટે અશક્ય બની રહે .
- પાસફ્રેજ એટલે એક પ્રકારનો કોડેડ પાસવર્ડ .
- ઉદા . તરીકે I live in Vadodara માંથી તમામ શબ્દ નો પહેલો અક્ષર એટલે કે , IliV લેવાનું અને જે એપ્લિકેશન માટે તેનો ઉપયોગ કરવો હોય તેનો પહેલો અક્ષર તેમાં ઉમેરવાનો .
- એટલે કે જો ફેસબુક માટે તેનો ઉપયોગ કરવો હોય તો LIVF અને જો ઇન્સ્ટાગ્રામ માટે તેનો ઉપયોગ કરવો હોય તો ' livi . અક્ષર ઉમેરી દેવાનો .
- એટલું જ નહીં IliV ની પાછળ યાદ રહે તેવા નંબરનો પણ ઉપયોગ કરી શકાય છે . આ પ્રકારે તૈયાર કરેલા પાસફેજને કેક કરવા હેક્સ માટે ખૂબ જ અઘરું બની રહેશે .
(Owner of this blog)
Tags:
સાયબર સ્પેસ