રોબોટિક્સ બાળકો , રસ પડે એવો આ વિષય છે !

 રોબોટિક્સ બાળકો , રસ પડે એવો આ વિષય છે !

  • આજના ટેક્નોલોજીના યુગમાં ગણિતથી લઈને વિજ્ઞાન અને રોબોટિક્સ સુધીના અને બીજા તમામ પ્રકારના વિષયોનું જ્ઞાન આંગળીઓના ટેરવે ઉપલબ્ધ બન્યું છે .

Techka Boy

  • પરંતુ અમુક બાળકો કારકિર્દી પસંદગીમાં ખૂબ જ મૂંઝવણ અનુભવતાં હોય છે . આજે આપણે રૉબોટિક્સ અને કારકિદીને લઈને બાળકો અને તેમના વાલીઓના મનમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેના જવાબની માહિતી મેળવીશું .
  • રોબોટિક્સ શુ છે?

રોબોટિક્સ એ વિજ્ઞાન , એન્જિનિયરીંગ અને ટેકનોલોજી જેવા ઘટકોથી નિર્મિત થયેલ છે , આ ત્રણ પ્રકારના ઘટકોની મદદથી એક ચોક્કસ પ્રકારની મશીનનું નિર્માણ કરવામાં આવે છે ,

જેને રોબોટ્સના નામથી ઓળખવામાં આવે છે . આજે સમગ્ર ક્ષેત્રોમાં રોબોટિક્સે પોતાનું પ્રભુત્વ સાબિત કરી દીધું છે .

  • રોબોટ્સના કેટલા પ્રકાર છે ?

રોબોટ્સના પાંચ પ્રકાર છે

૧ ) પ્રિ - પ્રોગ્રામડ રોબોટ્સ

૨ ) હુમેનોઈડ્રસ રોબોટ્સ

૩ ) ઓટોનોમસ રોબોટસ

૪ ) ટેલિઓપરેટેડ રોબોટ્સ

૫ ) ઓગમેન્ટિંગ રોબોટ્સ

Techka Boy

  • બાળકો માટે રોબોટિકસ શીખવું કેમ જરૂરી છે ?

રોબોટિક્સ બાળકોને તેમના પ્રારંભિક ભણતરમાં શિખવાડવામાં આવે તો બાળકોને તેમના સમગ્ર અભ્યાસકાળમાં એસ . ટી.ઈ. એમ વિષયોને લગતી કોઈ સમસ્યા રહેતી નથી ,

બાળકો એસ.ટી.ઈ. એમને લગતા જટિલમાં જટિલ પ્રશ્નો ખૂબ જ સરળતાથી ઉકેલી શકે છે .

બાળકો એસ.ટી.ઈ. એમનું અર્થઘટન વિજ્ઞાન , ટેક્નોલોજી , એન્જિનિયરીંગ અને મેગ્સ થાય છે .

રોબોટિક્સના અભ્યાસક્રમમાં રોબોટ્સ માટે કેવી રીતે પ્રોગ્રામિંગ કરવું તેની ડિઝાઇન અને તે બનાવવા માટેની બાબતો શિખવાડવામાં આવે છે ,

પરિણામે બાળકોમાં નાનપણથી જ જીવનની દરેક બાબતો અને તેમાં ઊભી થતી સમસ્યાઓ માટે ૩૬૦ ડિગ્રી વિચારશક્તિ વિકસિત થાય છે . જેનાથી તેઓ એક સારા ર્થિક ટેન્ક બની શકે છે .

મનોવૈજ્ઞાનિક અભિગમ મુજબ નાનપણથી જ બાળકોમાં ભવિષ્યમાં શું બનવું છે , જો તે બાબત સ્પષ્ટ હોય તો રોબોટિક્સ તે સપનાંઓને સાકાર કરવામાં ઘણું મદદરૂપ થઈ શકે છે .

વધુમાં રોબોટિક્સ બાળકોમાં આત્મવિશ્વાસ અને દેઢતા વધારવામાં મદદ કરે છે , જેનાથી બાળકો આજુબાજુની દુનિયામાં સકારાત્મક યોગદાન આપી શકે છે અને કોઈપણ કાર્યમાં કદીય હાર માનતાં નથી .

  • બાળકો કઇ ઉંમરથી રોબોટિક્સ શીખી શકે ?

બાળકોનો મગજનો વિકાસ વિવિધ તબક્કે થાય છે . કેટલાંક બાળકો ૬ વર્ષની ઉંમરથી રોબોટિક્સ શીખવા માટે તૈયાર આવે હોઈ શકે છે ,

જ્યારે અમુક બાળકો ૮ અથવા ૯ વર્ષની ઉંમરથી રોબોટિક્સ શીખવાનું પ્રારંભ કરી શકે છે , પરંતુ ૮ થી ૯ વર્ષની ઉંમર રોબોટિક્સ શીખવા માટે યોગ્ય ઉંમર છે .

વધુમાં જ્યારથી બાળકોમાં કંઈક નવું જાણવાની જિજ્ઞાસા કેળવાય ત્યારથી જ બાળકોને રોબોટિક્સનું જ્ઞાન પીરસી શકાય છે .

  • રોબોટિક્સ સોફ્ટવેર ડિઝાઇન કરવા માટે કઈ કોડિંગ લેંગ્વજનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે ?

પ્રાથમિક તબક્કે રોબોટિક્સ માટે સોફ્ટવેર ડિઝાઇન કરવા બાળકોએ નાનપણથી સી ભાષા , સી પલ્સ અને પાયથોન જેવી કોડિંગ ભાષાનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે ,

જેમાં પણ પાયથોન ભાષા રોબોટિક્સ સોફ્ટવેર ડિઝાઈન કરવા માટે ખૂબ જ મહત્ત્વની છે .

જો બાળકો ભવિષ્યમાં ઔદ્યોગિક ઓટોમેશન અને કંટ્રોલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું વિચારતાં હોય તો હું પી.એલ. સી ભાષાઓ , જેમ કે , લેડર લૉજિક , સ્ટ્રક્યર્ડ ટેસ્ટ અને ફંક્શન બ્લોક પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ કરીશ .

અક્ષીત કરગથરા

Akshit Kargathara

Early to bed, Early to rise makes man healthy,wealthy and wise.

Post a Comment

If you have any kinds of doubts related to the posts, Please let me know. Have any suggestions? then leave a comment.

Thank you.

Previous Post Next Post